મોરબી જિલ્લાના તમામ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલકો, ટ્રસ્ટીઓ અને શિક્ષકો સાંજે 6:00 વાગ્યે ખેડૂત આંદોલન છાવણીએ પહોંચી આપશે સમર્થનમોરબી: ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ખેડૂતોના અધિકાર અને સન્માન માટે ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે શિક્ષણ જગતનું પણ મોટું પીઠબળ મળ્યું છે. અન્નદાતાના હક અને ન્યાયની લડતમાં મોરબી જિલ્લાની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ખેડૂતોના સમર્થનમાં આગળ આવી છે અને આજે જેતપર ખેડૂત છાવણીની મુલાકાત લેવાની છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લાના તમામ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલકો, ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો અને તમામ સ્ટાફ ખેડૂતોના હક માટેના આ સંઘર્ષમાં એકતાપૂર્વક જોડાઈ રહ્યા છે. ખેડૂતોનો ઉત્સાહ વધારવા અને તેમને પોતાનો ટેકો જાહેર કરવા માટે આ તમામ આગેવાનો અને શિક્ષકો આજે મંગળવારે સાંજે 6:00 વાગ્યે જેતપર ખેડૂત આંદોલન છાવણી ખાતે મુલાકાતે આવી રહ્યા છે. 'શિક્ષણ જગતનો સંદેશ – ખેડૂતોના સંઘર્ષને સંપૂર્ણ સમર્થન!' ના સ્પષ્ટ સંદેશ સાથે મોરબીની શૈક્ષણિક સંસ્થાઓ ખેડૂતોના પડખે મક્કમતાથી ઊભી છે. શિક્ષણ જગતનો સાથ મળવાથી ખેડૂતોની આ લડતને વધુ બળ મળશે.#MorbiUpdate #MorbiNews #Morbi #KhedutKrantiSangathan #FarmersProtest #SelfFinanceSchoolMorbi #JetparKhedutAndolan #GujaratFarmers #KhedutEkta