મોરબી: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજરોજ તા.30/01/2026ના રોજ મહિલા સેલ અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટેની સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વરક્ષણ તાલીમ માટે 'કરાટે એસોસિએશન ગિર સોમનાથ' અંતર્ગત મયુરભાઈ પિપરોતર તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા સુરક્ષા સેતુના ડીઆઇ લાભુબેન મોરી ઉપસ્થિત રહ્યાં હતા.મયુરભાઈએ વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટેની વિવિધ ટેક્નિકો શીખવાડીને વિદ્યાર્થીનીઓને મુશ્કેલીભરી પરિસ્થિતીમાં સ્વબચાવ કઈ રીતે કરવો તે અંગેની જાણકારી અને ટ્રેનિંગ પૂરી પાડી હતી. જ્યારે લાભુબેને વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. રામભાઈ વારોતરીયાના સહકાર થકી થયું હતું. તેમજ સંચાલક તરીકે મહિલા સેલના કો-ઓર્ડીનેટર ડૉ. કવિતાબા ઝાલા રહ્યા હતા.