મોરબી : ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આવતીકાલ તા. 17-05-2026 થી સ્વ-જનગણનાની શુભ શરૂઆત થઈ રહી છે. ભારતમાં જનગણનાની શરૂઆત ઈ.સ. 1872થી કરવામાં આવી હતી. આ દેશની 16મી જનગણના અને સ્વતંત્રતા પછીની 8મી જનગણના છે. ભારતીય જનગણનાનો ઇતિહાસ 150 વર્ષ જૂનો છે.વસ્તી ગણતરીથી લોકોની આવાસની સુવિધાઓ અને સંપત્તિ, વસ્તી વિષયક, ધર્મ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST), ભાષા સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ, સ્થળાંતર અને પ્રજનનક્ષમતા જેવા વિવિધ પરિમાણો અંગેનો સૂક્ષ્મ સ્તરનો ડેટા એકત્ર કરવામાં આવશે. આ એકત્રિત કરવામાં આવતો ડેટા અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે રાષ્ટ્રના આયોજન અને વિકાસ માટે ડેટાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.પ્રથમ વખત ડિજિટલ સાધનોનો ઉપયોગ થશેઆ જનગણના અનોખી અને નોંધપાત્ર છે, કારણ કે ભારતમાં પ્રથમ વખત એવી જનગણના થશે જેમાં ડેટા ડિજિટલ સાધનો અને માધ્યમો દ્વારા એકત્ર કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કુટુંબોની માહિતી એકત્ર કરશે.નાગરિકો જાતે કરી શકશે સેલ્ફ-એન્યુમરેશન (Self-Enumeration)આ ઉપરાંત કુટુંબો નિર્ધારિત વેબ પોર્ટલ se.census.gov.in મારફતે સ્વ-ગણતરી કરી પોતાના ઘર પરિવારની માહિતી ભરી સેલ્ફ-એન્યુમરેશન (Self-Enumeration) કરી શકશે. એકવાર કુટુંબ સફળતાપૂર્વક તેમની માહિતી ઉપરોક્ત વેબ પોર્ટલમાં સબમિટ કરે, ત્યારબાદ એક વિશિષ્ટ સ્વ-ગણતરી આઈડી (SE ID) જનરેટ થશે. આ આઈડી એસએમએસ અને સભ્યોએ આપેલા ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવશે. જ્યારે ગણતરીદાર કુટુંબની મુલાકાત લેવા આવે ત્યારે આ આઈડી પ્રદાન કરવાનું રહેશે, જેના આધારે ગણતરીદાર સ્વ-ગણતરીની ચકાસણી કરશે.બે તબક્કામાં હાથ ધરાશે સમગ્ર પ્રક્રિયાઆવતીકાલથી સમગ્ર ગુજરાત સહિત મોરબી જિલ્લામાં ભારતની જનગણના-2027ની સ્વ-ગણતરીનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારબાદ ગણતરીદારો 1 જૂનથી 30 જૂન સુધી ઘરે-ઘરે ફરીને પ્રથમ તબક્કામાં કુટુંબ અને રહેઠાણની વિગતો માટેના 34 પ્રશ્નોની ઘરયાદીની માહિતી એકત્ર કરશે. ત્યારબાદ ફેબ્રુઆરી-2027માં બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી એકત્ર કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Census2027 #DigitalCensus #GujaratNews #SelfEnumeration