મોરબી: ગુજરાત સરકાર દ્વારા આયોજિત ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબીના કોયલી ગામના જાડેજા ભાગ્યરાજસિંહ દિલીપસિંહની પસંદગી થઈ છે. કોયલી ગામના ભાગ્યરાજસિંહ જાડેજાએ સમગ્ર ગુજરાતમાં 21મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ ભાગ્યરાજસિંહએ કોયલી ગામનું અને જ્ઞાનપંથ શાળાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.