700 જેટલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવનાર અને જેમની ફરતી પેન્સિલની પ્રવૃત્તિ રાષ્ટ્ર કક્ષાએ સ્થાન પામી તેવા શ્રેષ્ઠ શિક્ષકને ઠેર ઠેરથી અભિનંદન વર્ષા મોરબી : રિશેષને વિશેષ બનાવતી 700 જેટલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવનાર અને જેમની ફરતી પેન્સિલની પ્રવૃત્તિ રાષ્ટ્ર કક્ષાએ સ્થાન પામેલ છે એવા સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. વિજયભાઈ દલસાણીયા મોરબી તાલુકાની સભારાવાળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સામાન્ય રીતે રિશેષનો સમય આરામનો હોય છે. વિદ્યાર્થીઓ રમતો રમતા હોય છે. મેદાનમાં દોડમદોડી કરતા હોય છે પણ આ શિક્ષક રિશેષના સમયનો સદ ઉપયોગ કરી વિદાર્થીઓને અવનવી શૈક્ષણિક પ્રવૃતિઓ, વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારીત પ્રવૃત્તિઓ કરાવતા હોય છે અને બાળકો હોંશે હોંશે પ્રવૃત્તિઓ કરતા હોય છે, આમેય નિયમ છે કે સાંભળેલું ભુલાઈ જાય છે, જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે, જેમને ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 ના જુદા જુદા તમામ વિષયોની 700 જેટલી પ્રવૃત્તિ કરાવનાર પ્રવૃત્તિના પર્યાય અને બાળકોના પ્રિય બની ગયેલા શિક્ષક એટલે વિજયભાઈ મગનભાઈ દલસાણીયા. જેઓ એમ.એ.બીએડ.એમ.ફિલની કોલેજના પ્રાધ્યાપકની ડીગ્રી ધરાવે છે, છતાં નાના બાળકો સાથે ઓતપ્રોત બની તલ્લીન બની, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનની પ્રવૃતિઓ, ભાષાઓની પ્રવૃતિઓ દરરોજ રિશેષમાં કરાવે છે જેનાથી બાળકોનો વાલીઓનો શાળા પ્રત્યેનો લગાવ વધ્યો છે,આવી પ્રવૃતિઓથી પ્રભાવિત થઈ ગામલોકો તરફથી શાળાને દાન પણ મળે છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોના ગ્રાસપિંગ પાવરમાં ખુબજ વધારો થયેલો જોવા મળે છે. આ શાળાના બાળકો નવમા ધોરણમાં જયારે અન્ય શાળામાં જાય છે ત્યારે આ બાળકોની આભા કંઇક અલગ જ જોવા મળે છે, જેમની ફરતી પેન્સિલની કૃતિ નેશનલ ટોય ફેરમાં પસંદગી પામેલ હતી એ વિજયભાઈ દલસાણીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ચોમેરથી અભિનંદન વરસી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..