મોરબી : તારીખ 18 અને 19 ઓક્ટોબરનાં રોજ GCERT ગાંધીનગર ખાતે નિયામકની અધ્યક્ષતામાં નિપુણ ભારત અભિયાન અંતર્ગત બે દિવસીય FLN સાહિત્ય નિર્માણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળા માટે સમગ્ર ગુજરાતમાંથી ગત વર્ષનાં રાજ્યકક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધેલ 177 શિક્ષકોમાંથી સમગ્ર રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાના 18 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.અલગ-અલગ વિષયનાં તજજ્ઞ આ અઢાર શિક્ષકોમાં મોરબી જિલ્લામાંથી ICT તજજ્ઞ તરીકે બેચરભાઈ ગોધાણી અને અમિતભાઈ તન્નાની પસંદગી થતા મોરબી જિલ્લા શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે.