મોરબી : સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ મિટિંગમાં સૌરાષ્ટ્રના 250 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જેમાં મોરબીના ત્રણ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન જે સમગ્ર સૌરાષ્ટ્રના કોચીંગ ક્લાસના સંચાલકોનું સંગઠન છે તેની તાજેતરમાં એક મીટીંગ દર્શન કોલેજ રાજકોટ ખાતે યોજાયેલી હતી. આ મીટીંગમાં સૌરાષ્ટ્રના નવા સંગઠનની રચનામાં સમગ્ર સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી તરીકે મોરબીના રવીન્દ્રભાઈ ત્રિવેદી,વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જશવંતભાઈ મીરાણી અને એડવાઈઝરી કમીટીમાં અલ્પેશભાઈ ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ મહાપાલિકાના મેયર પ્રદિપભાઈ ડવ તથા ડેપ્યુટી મેયર દર્શિતાબેને નવા હોદેદારોની વરણીને આવકારી અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 13 સ્થાન પરથી 250 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..