આગામી અઢી વર્ષની મુદત માટે તાલુકા પંચાયતના હોદેદારોના નામ જાહેર કરાયામોરબી : મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના અઢી વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખની મુદત પૂરી થતાં આજે નવા હોદેદારો માટે આજે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન બાવરવા, ઉપપ્રમુખ તરીકે સીતાબેન લાવડીયાના નામો જાહેર કર્યા છે.માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમુખ તરીકે સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને કારોબારી તરીકે જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગર ભાજપ તરફથી ઉમેદવારી કરશે. આ નામોની ભાજપે જાહેરાત કરી છે અને આવતીકાલે માળીયા તાલુકા પંચાયતના નવા હોદેદારોની ચૂંટણી થશે.