નવી અઢી વર્ષની મુદત માટે તાલુકા પંચાયતના હોદેદારોના નામ જાહેર કરાયામોરબી : મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના અઢી વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખની મુદત પૂરી થતાં આજે નવા હોદેદારો માટે આજે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ રમેશભાઈ ઝીઝુવાડિયાના નામોની જાહેરાત કરી છે.હળવદ તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ રમેશભાઈ કાંતિભાઈ ઝીઝુવાડિયા, કારોબારી તરીકે હર્ષાબેન મહેશભાઈ કોપણીયાના નામ જાહેર કરાયા છે. આ ઉમેદવારો ભાજપ તરફથી ઉમેદવારી કરશે. આ નામોની ભાજપે જાહેરાત કરી છે અને આવતીકાલે હળવદ તાલુકા પંચાયતના નવા હોદેદારોની ચૂંટણી થશે.