વાંકાનેર: વાંકાનેર તાલુકા ભાજપના યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની,ભાનુભાઈ મેતા તેમજ જિલ્લા ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે.જેમાં પ્રમુખ તરીકે મદ્રેસાણીયા હરેશ મનસુખભાઇ, મહામંત્રી તરીકે મેર મુકેશ રમેશભાઈ, ઉપપ્રમુખ તરીકે ઝાલા કિશોરસિંહ બટુકસિંહ તેમજ ગોરીયા દિનેશભાઈ છગનભાઈ,મંત્રી તરીકે વોરા કુલદીપ રમણીકભાઈ, રાઠોડ અશ્વિન ધીરુભાઈ, બાંભવા દાનાભાઈ ગીગાભાઈ, ગોધાણી વનરાજ બાબુભાઈ તેમજ કોષાધ્યક્ષ તરીકે પ્રજાપતિ ધવલ સુરેશભાઈની નિમણૂક કરવામાં આવી છે.