મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી મંડળની એક મિટિંગ તાજેતરમાં મળી હતી.જેમાં આગામી બે વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ મહેતા, મહામંત્રી મધુસૂદનભાઇ ઠાકર, ઉપપ્રમુખ સૂર્યકાંતભાઈ ઠાકર, મુકેશભાઈ દવે, ખજાનચી હરીશભાઈ દવે તથા સહમંત્રી તરીકે વિમલભાઈ જોશીની વરણી કરવામાં આવી છે. આ મિટિંગમાં હાજર તમામ સભ્યોએ નવનિયુક્ત હોદેદારોને આપી શુભેચ્છા પાઠવી હતી. અને નવા કાર્યક્રમોમાં સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી.