મોરબી : મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજની નવી ટીમની રચના કરવા માટે પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની જુદી જુદી પાંખના આગેવાનોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખ તરીકે રવિન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે કમલભાઈ દવે અને મિલેશભાઈ જોશીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.આ તકે મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ ના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા,ટ્રસ્ટી ડો.અનિલભાઈ મહેતા,હસુભાઈ પંડ્યા,નલિનભાઈ ભટ્ટ,ડો લહેરુ સાહેબ,મહેશભાઈ ભટ્ટ,નરેન્દ્રભાઈ મહેતા,મનોજભાઈ પંડ્યા, હળવદ તાલુકા પ્રમુખ હરેશભાઇ મહેતા,નીતિનભાઈ પંડ્યા,અરુણભાઈ ઠાકર, ડો આશિષ ભાઈ ત્રિવેદી વિનુભાઈ ભટ્ટ,મોરબી જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઠાકર,મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઇ ઓઝા,મહામંત્રી નીરજભાઈ ભટ્ટ,મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ,મોરબી બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નીલાબેન પંડિત, ચેતનાબેન જોશી,દર્શનાબેન જોશી,મોરબી પરશુરામ યુવા ગુપના પ્રમુખ અતુલભાઈ જોશી,ઉપપ્રમુખ કમલભાઈ દવે,ઉપપ્રમુખ મહિધરભાઇ દવે,વિજયભાઈ રાવલ જીલ્લા બ્રહ્મસમાજ મીડિયા કનવિનર ભાસ્કરભાઈ જોશી સહિતના મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને નવા હોદ્દેદારોને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ ના મહામંત્રી ચિંતન ભાઈ ભટ્ટ દ્વારા તમામ હોદેદારો ના નામ ની સત્તાવાર રીતે જાહેરાત કરવામા આવી હતી