મોરબીઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે. જેને ધ્યાને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વિવિધ શહેર અને તાલુકા કક્ષાએ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ સ્ટેટ કો-ઓર્ડિનેટર ભાર્ગવ પઢીયાર તથા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ ગૌતમ મોરડીયા દ્વારા વિવિધ શહેર અને તાલુકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી શહેર પ્રમુખ તરીકે ડો. ચિરાગ ચૌહાણ, મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદીપ વાધડીયા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે રમેશભાઈ રબારી, મોરબી-માળીયા વિધાનસભા પ્રમુખ તરીકે ભાવેશભાઈ લાડોલા (ભાવો પાટીદાર), મોરબી જિલ્લા સોશિયલ મીડિયાના પ્રભારી તરીકે ભાવેશભાઈ ફેફરની નિમણૂક કરવામાં આવી છે. નવી નિમણૂક પામેલ તમામ હોદ્દેદારોને મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવાર અભિનંદન પાઠવી રહ્યું છે.