મોરબી : આજરોજ મોરબી જિલ્લા 'આપ'ના કાર્યાલય ખાતે એક મિટિંગ મળી હતી. જેમાં વિવિધ હોદ્દાઓ માટે વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા 'આપ'ની મિટિંગમાં મોરબી તાલુકા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતીભાઈ મગુનિયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ તરીકે રમેશભાઈ બાલુભાઇ સદાતિયા,જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે પંકજભાઈ દિલીપભાઈ આદ્રોજા તથા જિલ્લા સોશિયલ મીડિયા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ ધનજીભાઈ દુબરીયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.તમામ હોદ્દેદારોને 'આપ'ના આગેવાનો, કાર્યકરો તરફથી શુભકામનાઓ મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..