મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી મામલતદાર કચરી પાસે દારૂ પીધેલી હાલતમાં સિંચાઈ વિભાગના પટ્ટાવાળને પોલીસે ઝડપી લીધો હતો.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ મામલતદાર કચેરીના બીજા માલના પાછળના ભાગે કાર્યપાલક ઇજનેરની કચેરી પાસે લોબીમાં સિંચાઈ વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા જીવાભાઈ મનુભાઈ રહે મોરબી વાળાને દારૂ પીધેલી હાલતમાં બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.પોલીસના હાથે પીધેલી હાલતમાં ઝડપાયેલા આ કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી તોળાઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news