સ્થાનિકોએ કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તંત્રએ ગેરકાયદે ધાર્મિક જગ્યાઓ દૂર કરી હતી. આ બાબતે સ્થાનિક લોકોએ કલેકટરને રજુઆત કરી પ્રધામંત્રી આવાસ યોજનામાં મંદિર બનાવવા માટે મંજૂરી આપવાની માંગણી કરી છે. અને જો મંજૂરી આપવામાં ન આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા સર્વ સમાજના લોકોએ કલેકટરને રજુઆત કરી હતી કે, બે દિવસ પહેલા નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેલા ધાર્મિક મંદિર દબાણના નામે દૂર કર્યા હતા. આ મંદિર પ્રત્યે અહીંના સર્વ સમાજના લોકો ભારે આસ્થા ધરાવે છે અને પૂજા કરે છે. તેથી ફરીથી અહી મંદિર બનાવવા માટે મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી છે.