મોરબી : મોરબી શહેરમાં નવા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મિહિર જીતેન્દ્રભાઈ ચંદારાણા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે 1000 રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. જેમાં લીમડો, કરણકાંજી, પેલોડ્રોમ, સીરસ, કાશીમ, લીલી મહેંદી, જામફળી, ખાટી આમલી, દાડમ, જાંબુડા, તુલસી સહીત રોપાઓનું વિતરણ કરાશે. આ વિતરણ આગામી તા. 16ને રવિવારના રોજ શનાળા રોડ પર આવેલ ડો. ભાડેશીયાની હોસ્પિટલ સામે સરદાર બાગની બાજુમાં સવારે 9 થી 11-30 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રોપાઓનું વિતરણ 'વહેલા તે પહેલા'ના ધોરણે કરાશે. એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણોવાળા લોકોએ રોપાઓ લેવા આવવું નહિ, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.