મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર રહેતા અને શોભેશ્વર રોડ પર આવેલ શક્તિવંદના પેટ્રોલપંપ ખાતે નાઈટ ડ્યુટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આંબાભાઈ દેવશીભાઈ મકવાણા ઉ.66ને ગત રાત્રીનાં નોકરી દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.