મોરબી : મોરબી શહેરના ઘુંટુ નજીક આવેલ કોરલ ટાઇલ્સ નામની ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ મધ્યપ્રદેશના વતની રાજુ રામમિલન વિશ્વકર્મા ઉ.50 ગત તા.24ના રોજ રાત્રીના સમયે નોકરી પર હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા.28ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.