શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવે હાઉસિંગ બોર્ડના કમિશનરને કાર્યવાહી કરવા પત્ર લખ્યો મોરબી : મોરબીમાં હાઉસિંગ બોર્ડના રીડેવલમેન્ટની કાંતિલાલની રજુઆત બાદ સચિવાલય હરકતમાં આવ્યું છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવે હાઉસિંગ બોર્ડના કમિશનરને કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડની વસાહત જર્જરિત હાલતમાં હોય જેના રીડેવલપમેન્ટની તાતી જરૂરિયાત હોવાથી આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવને રજુઆત કરી હતી. આ રજૂઆતને સચિવે તુરંત ધ્યાને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને પત્ર લખી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે.