6 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026 સુધી યોજાનાર સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 31,000 રૂપિયાનું રોકડ ઇનામ: સરકારી કર્મચારીઓ પણ લઈ શકશે ભાગમોરબી અપડેટ : વડનગરના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા માટે MyGov ગુજરાત દ્વારા 'શ્રાવણોત્સવ એટ વડનગર' (Shravanotsav@Vadnagar) રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સપ્તાહની 'અનંત અનાદિ વડનગર' થીમ પરની રીલ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે દ્વિતીય સપ્તાહની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સપ્તાહની મુખ્ય થીમ 'Shravanotsav@Vadnagar' રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ રીલ બનાવીને Instagram અથવા YouTube પર પબ્લિક પોસ્ટ કરવાની રહેશે અને તેની લિંક MyGov Gujarat ના પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. આ સ્પર્ધા તા. 06 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનાર છે. વિશેષ બાબત એ છે કે આ સ્પર્ધામાં સામાન્ય નાગરિકોની સાથે સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉત્સાહભેર ભાગ લઈ શકશે.સ્પર્ધાના વિજેતાઓ માટે આકર્ષક રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે: • પ્રથમ વિજેતા: 31,000 રૂપિયા • દ્વિતીય વિજેતા: 21,000 રૂપિયા • તૃતીય વિજેતા: 11,000 રૂપિયારસ ધરાવતા સ્પર્ધકો gujarat.mygov.in/gu/task/shravanotsavvadnagar-reel-competition લિંક પર જઈને વધુ વિગતો મેળવી શકે છે અને પોતાની એન્ટ્રી સબમિટ કરી શકે છે.#Vadnagar #Shravanotsav #ReelCompetition #MyGovGujarat #GujaratNews #MorbiUpdate