મોરબી - માળીયા (મીં)ના લોક સંપર્ક કાર્યક્રમ અન્વયે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકો સાથે સંવાદ કરી લોકોની સમસ્યાઓ હલ કરવા પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબી- માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ ખેડી રહ્યા છે. આ પ્રવાસમાં બીજે દિવસે તેમના માર્ગદર્શન હેઠળ તાલુકા ભાજપ દ્વારા માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ કૈલા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, મોરબી તાલુકા ભાજપના મહામંત્રી બચુભાઈ ગરચર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેઠાભાઈ પારઘી, ભાજપ અગ્રણી બચુભાઈ અમૃતિયા, અજયભાઇ લોરીયા, અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ લાલજીભાઇ સોલંકી, અગ્રણી સુરેશભાઇ, સુખાભાઇ ડાંગર, બળવંતભાઈ સનાળિયા, ગિરિરાજસિંહ જાડેજા, દુલાભાઈ, સાગર ભાઈ વિગેરે જોડાયા હતા.