સીટી એ ડિવિઝન પોલીસે 86,390 રોકડા સાથે છ આરોપીઓને પકડી પાડ્યા મોરબી : મોરબીના મોરબી શનાળા બાયપાસ ઉપર આવેલ આનંદનગર સોસાયટીમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર ક્લબની જેમ ટોકન ઉપર જુગાર રમતા મકાન માલિક સહીત છ જુગારીઓને પકડી પાડ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, શનાળા બાયપાસ ઉપર આવેલ આનંદનગર સોસાયટીમાં દિલીપભાઈ નારણભાઈ કાનાબાર નામની વ્યક્તિ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી દિલીપભાઈ નારણભાઈ કાનાબાર, અહેમદભાઈ ઉર્ફે કાસમભાઈ ઈબ્રાહીમભાઈ જરગેલા, પરેશભાઈ મનજીભાઈ કાચરોલા, અશોકભાઈ પરસોતમભાઈ સવેરા, પ્રફુલભાઈ વિજયશંકરભાઈ પંડ્યા અને હરેશભાઈ નાનાલાલ મહેતા નામના જુગારીઓ જુદા - જુદા કલરના અને કિંમત લખેલા ટોકન ઉપર તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 86,390 રોકડા અને ટોકન સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.