ટંકારા તાલુકાના ખેડૂત ધાણા વેચવા માટે હળવદ યાર્ડ આવ્યા હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે સીઝનના પ્રથમ ધાણાની આવક નોંધાઈ છે.હરરાજીમાં વેપારીઓએ ઉત્સાહ બતાવી પ્રતિ મણનો ભાવ 4001 બોલ્યા હતા.આમ તો મોટાભાગે સીઝનના ધાણાની આવક ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં થતી હોય છે.જોકે ખેડૂતે આગોતરું વાવેતર કર્યું હોય જેને લઇ આજે હળવદ માર્કેટ યાર્ડમાં સીઝનના પ્રથમ ધાણાની આવક નોંધાઈ છે. ટંકારા પંથક માંથી હરેશભાઈ બાબુભાઈ ગોંડલીયા નામના ખેડૂત આજે 8 થી 10 મણ ધાણા વેચવા માટે હળવદ માર્કેટ યાર્ડમાં આવ્યા હતા.સીઝનના અને નવા વર્ષની પ્રથમ આવક હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની થતા વેપારીઓએ અને કમિશન એજન્ટે પણ ઉત્સાહ બતાવી ખેડૂતને મૂહુર્તનો 4001 પ્રતિ મણનો ભાવ આપતા ખેડૂત પણ ખુશખુશાલ થઈ ગયા હતા. જો કે હાલ ધાણાનો બજાર ભાવ 1,200 થી 1450 રૂપિયા સુધીની બોલાઈ રહ્યો છે.