મૃતકના જાણીતા જો કોઈ હોય તો મોરબી એ.ડીવી. પો. સ્ટે.માં સંપર્ક કરવો મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક વૃદ્ધનું મોત થયું છે. મૃતકનું નામ હોસ્પિટલના ચોપડે સંજયભાઈ ભાનુભાઈ ઉંમર વર્ષ 55 રહે. ગોંડલ, જિલ્લો મોરબી હોવાનું જણાઈ આવે છે. શરીરે મધ્યમ બાંધો, વાને શ્યામ, ટૂંકા સફેદ વાળ તથા દાઢી પર સફેદ વાળના વર્ણન વાળા આ મૃતક પુરુષના જો કોઈ વાલી વારસ કે ઓળખીતા હોય તો તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ ગોહિલ મો. નં. 9106840169 પર અથવા મોરબી સીટી એ. ડિવિઝન પો. સ્ટે.નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.