મોરબી : મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર વૃદ્ધ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધવા પોલિસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે વૃદ્ધ દર્દી બીમારીની સારવાર માટે દાખલ થયા હતા. જે સારવાર દરમિયાન ગઈકાલે તા. 13ના રોજ મૃત્યુ પામ્યા છે. મૃતકના પેન્ટના ખિસ્સામાંથી મળેલ આધાર કાર્ડ પરથી મૃતકનું નામ હસુભાઈ (જીવણભાઈ) રાણપરીયા અને તેમની 62 વર્ષની ઉંમર તેમજ તેઓ જૂનાગઢમાં હનુમાનવાળી શેરીમાં અહેમદ મંજિલના રહેવાસી હોવાનું જણાય આવ્યું છે. હાલમાં પોલીસે તેના વારસદાર કે સગાઓનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. જો કોઈને તેમના વિષે જાણ હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન 0282-2230188 અથવા તપાસકર્તા એચ.સી. હમીરભાઇ ગોહિલનો મો.નં. 91068 40169 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.