મોરબી : મોરબીમાં જુના આરટીઓ પાસેના પુલ ઉપરથી કોઈએ છલાંગ લગાવી હોવાની શંકાને પગલે ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં જુના આરટીઓ પાસેના પુલ પાસે એક બાઇક મૂકીને ત્યાંથી પાણીમાં છલાંગ લગાવી હોવાની વાત મળતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ અંગે ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ત્યાં પુલ ઉપર બાઇક પડ્યું છે. પણ કોઈએ યુવકને પડતા જોયો નથી. હાલ યુવકે છલાંગ લગાવી હોવાની શંકાને આધારે શોધખોળ ચાલુ છે.