મોરબી : મોરબીમાં કંડલા બાયપાસ પાસે પાટીદાર સ્ટોન પાર્ક નજીક ભૂલી પડેલી બે બાળકીઓના વાલીની શોધખોળ આદરવામાં આવી છે. ગત તારીખ 06/02/2022 નાં રોજ ચાઈલ્ડ લાઇન ટીમને માહિતી મળી કે બે બાળકીઓ મોરબીમાં પાટીદાર સ્ટોન પાર્ક નજીક કંડલા બાયપાસ પાસે મળી આવેલ છે. ત્યારબાદ 181 ટીમની મદદ દ્વારા તે બાળકીઓને ચાઇલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવેલ અને પૂછપરછ કરતા બાળકીઓનું નામ કાજલ અને ક્રિષ્ના જાણવા મળ્યું છે અને કાજલ તેના બહેન સાથે કારખાનામાં રહેતી હતી અને રમતા-રમતા ઘરેથી નીકળી ગયેલ છે. ત્યારબાદ CWCનાં આદેશ મુજબ બાળકીઓનું મેડિકલ ચેક અપ કરીને બાળકીઓને વિકાસ વિદ્યાલયમાં આશ્રય આપેલ છે. જો કોઈપણ વ્યક્તિને આ બાળકીઓ વિશે કંઈ માહિતી હોય તો મોબાઈલ નંબર 93167 55311 પર જણાવવા વિનંતી કરવામાં આવી છે.