નિષ્ણાત ડોક્ટર દ્વારા 152 દર્દીઓનું સ્ક્રિનિંગ કરાયું, 7 દર્દીને વધુ સારવાર માટે રિફર કરાયામોરબી : જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીની સૂચના મુજબ તાલુકા હેલ્થ કચેરી મોરબી તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો નિઃશુલ્ક સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો. આ સ્ક્રિનિંગ કેમ્પને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજૂ કરીને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ 152 દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ 61 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ 46 લોકોનું સ્ક્રિનિંગ કરાયું હતું અને સર્વાઈકલ કેન્સરનાં કુલ 45 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાંથી વધુ સારવાર માટેનાં 7 દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્શન કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં આરોગ્ય શાખાના એપિડેમીક મેડિકલ ઓફિસર ડો. ડી.વી.બાવરવા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.વિપુલ કારોલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા, DPC NCD ડો.ગૌરવ બારોટ, મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ ગાંભવા, તાલુકા સુપરવાઈઝર એસ.એમ પારેજીયા, એ.ડી.જોશી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.