મહિલાએ ચાર શખ્સો સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં મહિલાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જવા મામલે મારામારી થઈ હતી. આ બનાવ અંગે મહિલાએ ચાર શખ્સો સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જમુબેન બાબુભાઈ સાવડીયા (ઉ.વ.૪૦, ધંધો. ઘરકામ, રહે. મોરબી, મચ્છુનગર મેઈન, કેનાલ શનાળા બાયપાસ રોડ,) એ આરોપીઓ કિશનભાઈ મોમભાઈ, વિજયભાઈ મોમભાઈ, રાહુલભાઈ મોમભાઈ (ત્રણેય રહે.મોરબી, મચ્છુનગર મેઈન કેનલ, શનળા બાયપાસ) તેમજ તેના મામા (રહે.પંચાસર, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરશામાં ફરીયાદીના દીકરા રાજુએ એક આરોપીની માતાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જતા તે ફોટો આરોપીએ જોતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને તગારાથી માથાના તથા શરીરના ભાગે જેમફાવે તેમ માર મારી તેમજ ગાળો આપી તથા ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા અન્ય આરોપીએ પણ શરીરે ઢીંકા પાટુનો માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.