મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ના કામે ડીટેઇન કરેલ વાહનો તથા જી.પી.એકટ ૮૨(૨) મુજબ તેમજ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબના વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરરાજી આગામી તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ ૧૭:૦૦ કલાકે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે. આ હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો 'OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ અથવા રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે. હરરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.