ગત મોડી રાતની ઘટના : રેલવેની ગ્રીલ અને વૃક્ષ પણ ધરાશાયી કરી નાખ્યું : રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂમોરબી : મોરબીમાં વીસી ફાટક પાસે ગત રાત્રીના બેકાબુ બનેલી સ્કોર્પિયો કારે લારીઓને હડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં લારીઓનો કચ્ચરધાણ નીકળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. https://youtu.be/WWtftJ0FKcAપ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં વીસી ફાટક પાસે ગર રાત્રીના અંદાજે એક- બે વાગ્યાના અરસામાં એક સ્કોર્પિયો કારે અકસ્માત સર્જ્યો હતો. અહીંથી પસાર થઈ રહેલી સ્કોર્પિયો કાર ધડાકાભેર નાસ્તાની બંધ લારીઓ સાથે અથડાઈ હતી. જેમાં લારીઓનો કડુસલો બોલી ગયો હતો અને લારીઓ દૂર ફેંકાઈ ગઈ હતી. આ ઉપરાંત રેલવેની ગ્રીલ અને વૃક્ષ પણ તૂટી ગયું હતું. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. હાલ આ મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.