મોરબી : મોરબીના વિશિપરામાં અમરેલી રોડ ઉપર પ્રકાશ કારખાનાના ખૂણામાં ગત રાત્રીના સમયે એક સ્કોર્પિયો કારની ધડાકાભેર વીજ પોલ સાથે ટક્કર થઈ હતી. વીજ વાયર તૂટતા શોર્ટ સર્કિટ પણ થયું હતું. આ ફિલ્મી સ્ટંટ જેવી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સ્થાનિકોને રાત્રીના અચાનક ધડાકો સંભળાતા તેઓ બહાર દોડી આવ્યા હતા પણ ત્યાં તો કાર ત્યાંથી ચાલી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.https://youtube.com/shorts/5fjV4Or-lvc?feature=share