મોરબીના વાવડી રોડ પાસે એલ.સી.બી.એ રૂ. 48 હજારનો દારૂ ભરેલી કારને જપ્ત કરી મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી વચ્ચેની શેરીમાંથી 129 બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો કારને ઝડપી લીધી હતી. જો કે પોલીસની રેઇડની ગંધ આવી જતા આરોપી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે રૂ.48 હજારનો દારૂ ભરેલી કારને જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમે ગઈકાલે મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી વચ્ચેની શેરીમાં દોરડા પાડ્યો હતો અને પોલીસના દોરડા દરમિયાન સ્કોર્પિયો કાર નં-GJ-01-HK-0043 માં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની મેકડોવલ્સ નં.૧ સુપરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૧૨૯ કી.રૂ. ૪૮૩૭૫ નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર કિંમત.રૂ.૨,૦૦,૦૦૦ તથા દારૂની કિંમત રૂ.૪૮૩૭૫ નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી ઋષિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે.મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી વચ્ચેની શેરીમાં) હાજર નહિ મળી આવતા તેની સામે વેચાણ કરવાના ઇરાદે દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..