તબીબો રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવશે મોરબી : વાંકાનેરના તબીબ પર ભાજપ અગ્રણીએ કરેલા હુમલાના પ્રત્યાઘાત પડ્યા છે. તબીબ પરના હુમલાના વિરોધમાં મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ કાલે શુક્રવારે તબીબો સ્કૂટર રેલી કાઢીને વિરોધ પ્રદર્શિત કરશે. વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો. જયદીપ ગોસાઈ પર સામાન્ય બાબતે થોડા દિવસો પહેલા સ્થાનિક ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ હુમલો કર્યો હતો. આ તબીબ પરના હુમલાના બનાવના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા આવતીકાલે 2જી ઓગસ્ટને શુક્રવારના રોજ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના મેડિકલ એસોસીએશનના તમામ ડોક્ટરો આ રેલીમાં જોડાશે અને મોરબી રવાપર રોડ આઈએમએ હોલથી આ રેલી નીકળી કલેક્ટર ઓફિસે પહોંચીને કલેકટરને આવેદનપત્ર આપશે. રેલીની શરૂઆત બપોરે 02:30 વાગ્યે આઇએમઓ હોલ રવાપર રોડથી કરવામાં આવશે. રેલી કાઢી કલેકટરને આવેદન આપીને હુમલખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne