પુત્રને તાવ આવતો હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો, મોરબીના ખરેડા ગામની સીમમાં બનેલો બનાવ મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં ખેતમજૂરી કરતા યુવાનને તેના માતાએ પરિવારનું ધ્યાન નથી રાખતો કહી ઠપકો આપતા યુવાનને લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના ખરેડા ગામના વતની સુનીલભાઇ અમરસિંગ માનકર નામના યુવાનના પુત્રને ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી યુવાનના માતાએ સુનિલભાઈને ઠપકો આપતા કહ્યું હતું કે તારા દીકરાને ત્રણ દિવસથી તાવ આવે છે છતાં તું પરિવારનું ધ્યાન રાખતો નથી તેમ કહેતા સુનિલભાઈને લાગી આવતા ગત તા.28ના રોજ કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.