મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આજ રોજ 3 ફેબ્રુઆરીના રોજ મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.આ તકે મોર્ગ ફ્રીઝરના મુખ્ય દાતા ચંદ્રકાંતભાઈ દફ્તરી, રાજકોટના સુરેશભાઈ સંઘવી, પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, ક્લબ પ્રેસિડેન્ટ પિયુષભાઈ પટેલ, લીઓ ક્લબ પ્રેસિડેન્ટ દીપભાઈ મણિઆર, ક્લબના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મોર્ગ ફ્રીઝર તુષાર દફ્તરીની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ મોરબી જિલ્લાના કોઇ પણ વ્યક્તિને આ મોર્ગ ફ્રીઝરની જરૂરિયાત હોય તો લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ- સુધારા શેરી, પોપ્યુલર એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે.