મોરબી : 'વિદ્યાર્થી જીવન એટલે સર્વાંગી વિકાસનો તબક્કો' આ વાતને સાર્થક કરતી અને વિદ્યાર્થીના જીવનને ખરેખર સર્વાંગીણ સ્વરૂપે વિકસિત કરતી શાળા એટલે મોરબીની દોશી અને ડાભી હાઈસ્કૂલ. સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત શાળામાં વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા લાગતા વિષયોમાં રસ અને રૂચિ વધે તે હેતુથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં શાળાના ધોરણ 9 થી 12નાં 105થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને 51 કૃતિઓ રજૂ કરી. આ કૃતિઓમાં ગણિત અને વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોની સમજ આપતા વર્કિંગ મોડેલનો સમાવેશ થયેલ હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી વિજ્ઞાનના અવનવા પ્રયોગો ની સમજ પ્રાપ્ત કરી. આ પ્રદર્શની માટે શાળાના ગણિત - વિજ્ઞાન શિક્ષકો એન. ડી. ગઢીયા અને વિજયભાઈ એમ. પટેલ એ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શનીમાં શાળાના તમામ શિક્ષકો તેમજ 725થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યાનું આચાર્ય ભરતભાઈ ગોપાણીની યાદી જનવવામાં આવ્યું છે.