શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું: ધો. 1 અને આંગણવાડીના બાળકોને કીટ આપી આવકારાયામોરબી : મોરબી જિલ્લાના નવા મકનસર પ્રાથમિક શાળા વાડી વિસ્તાર ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યાકેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા પ્રાર્થના અને આકર્ષક સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. આ પ્રસંગે ધો. 1 ના અને આંગણવાડીના નવા પ્રવેશ મેળવનારા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ હળવદિયા, શાળાના આચાર્ય, તા. પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiNews #ShalaPraveshotsav #Education #MorbiUpdates