દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ મોરબી : શાળાના બાળકોમાં આપદા વ્યવસ્થાપન અંગે જાગૃતિ આવે તે હેતુથી આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ કાર્યક્રમ ટંકારા નજીક આવેલી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો હતો. ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલોપમેન્ટ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ મોરબીના સંયુક્ત ઉપક્રમે આજરોજ ટંકારા નજીક આવેલી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે શાળાના બાળકોમાં આપદા વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.