મોરબી બંધુનગર પ્રાથમિક શાળા ખાતે સ્વ. નારણભાઇ જેઠાભાઈ દલસણિયાની પુણ્યતિથિ નિમિત્તે પ્રેરણાદાયી કરવામાં આવ્યું હતું. બંધુનગર પ્રાથમિક શાળા ખાતે સ્વ. નારણભાઇ દલસાણીયાના પૌત્ર મહેન્દ્રભાઈ દલસાણીયા દ્વારા તમામ બાળકોને કોલ્ડડ્રીંક અને પફનો અલ્પાહાર ભરપેટ કરાવી, દરેક બાળકને લંચ બોક્સ અને પાણીની બોટલ ભેટ આપી હતી. આ તકે આવું પ્રેરણાદાયી કાર્ય કરી અન્યને પણ પ્રેરીત કરવા બદલ શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ દલસાણીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.