વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર જીજે - 03 - એડબ્લ્યુ - 9680 નંબરની બસના ચાલકે જીજે - 36 - એઇ - 9031 નંબરનું બાઈક લઈને જતા રવિભાઈ છગનભાઇ સિંધવ ઉ.29 રહે.ચંદ્રપુર, વાંકાનેર વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જી ઇજાઓ પહોંચાડી નાસી જતા સ્કૂલ બસના નંબરને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુંન્હો દાખલ કરાયો છે.