મોરબી : ગુજરાત સરકાર રચિત યુવક સેવા અને પ્રવૃતિઓના માધ્યમથી રમતની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી રમતનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં રમત અંગેનો માહોલ ઉભો થાય એ માટે રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થયેલ તેમજ ભાગ લીધેલ ખેલાડીઓ માટે શિષ્યવૃતિ, વૃતિકાનાં આપવામાં આવે છે. યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ અને ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીને રૂ.૨૦૦૦/- વૃતિકા તેમજ રાષ્ટ્રીયકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ પ્રથમ, દ્રિતિય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર ખેલાડીને રૂ.૨૫૦૦/- શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ લાભ લેવા માંગતા ખેલાડીઓએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમ્યાન રાષ્ટ્રીયક્ક્ષાએ મોકલેલ ખેલાડી ભાઈઓ/બહેનોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, મોરબી રૂ.૨૫૭, બીજોમાળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી મેળવી જરૂરી દસ્તાવેજો સાથે રાખી તા.૨૦/૦૮/૨૦૨૦ સુધીમાં કચેરીએ પરત પહોચતું કરવાનું રહેશે. તા.૨૦/૦૮/૨૦૨૦ પછી આવેલ અરજીને ધ્યાન પર લેવામાં નહીં આવે તેમ મોરબી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.