મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાજકોટ મહાનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના નવનિયુક્ત મંત્રીઓનો અભિવાદન સમારોહ ભવ્યતાથી યોજાયો હતો. આ કાર્યક્રમ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ સિંહ આર્યજીની અધ્યક્ષતામાં અને સમાજના સંતોના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો.આ અવસરે મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, મંત્રી ડૉ. મનીષા વકીલ, દર્શનાબેન વાઘેલા, સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, મોરચાના પ્રભારી અને પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયા, તેમજ મહાનગર પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા સહિત સંગઠનના અગ્રણીઓ, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા પંચાયતની સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર અને નગરપાલિકાના ગૌતમભાઈ સોલંકી ભાનુબેન નગવાડીયા, મનુભાઈ સારેસા તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાઉન્સિલર રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, જિલ્લા અનુસૂચિત જાતિ પૂર્વ પ્રમુખ અરજણભાઇ મકવાણા, પૂર્વ મહામંત્રી દિનેશભાઈ પરમાર, લાલજીભાઈ સોલંકી, મોરબી જિલ્લા- શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો અને વાંકાનેરના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.