ટંકારા : 6 ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહા પરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ટંકારામાં પણ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ સારેસા, વિનુભાઈ પાટડિયા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ સોલંકી સહિત ટંકારા અનુસુચિત સમાજનાં આગેવાનો દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે ચિંતન શિબિરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.