મોરબી: મોરબી શહેરના ઉમિયા સર્કલ પર દરરોજ સવારે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. આજે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. ટ્રાફિકના કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા અને મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. સ્થાનિકોના મતે, ઉમિયા સર્કલ પર ટ્રાફિક જામની આ સમસ્યા હવે કાયમી બની ગઈ છે. વહેલી સવારમાં જ ટ્રાફિક જામ થવાને કારણે નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ કાયમી ટ્રાફિક સમસ્યાના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા લોકમાંગ ઉઠી છે.