વરસાદી છાંટાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હળવદ : હળવદમાં આજે ઢળતી સાંજે જોરદાર પવનના વાયરા સાથે વરસાદી છાંટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોને અસહ બફારામાંથી મુક્તિ મળી છે તેની સાથે સાથે કોયબા ગામની સીમ વિસ્તારમાં વીજળી પડતા એક ભેંસનું મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. થોડા દિવસના અસહ્ બફારા બાદ હળવદમાં આજે સાંજના સમયે જોરદાર પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા હતા જ્યારે હળવદ તાલુકાના કોયબા ગામની સીમ વિસ્તારમાં મુન્નાભાઈ દેવજીભાઈ સોલંકી ની વાડીએ વીજળી પડતા એક ભેંસનું મોત થયું હોવાનું તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું.