હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ત્રાજપર નજીક શિવાલીક કોમ્પ્લેક્સના આવેલ ઓરેકલ સ્પામા પાડ્યા દરોડામોરબી : મોરબીમાં બિલાડીના ટોપની માફક ઠેક ઠેકાણે ફૂટી નીકળેલા સ્પામા અનૈતિક ધંધા જ થતા હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ત્રાજપર નજીક શિવાલીક કોમ્પ્લેક્સમા દરોડો પાડી સ્પા માલિક અને સંચાલકને ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સુવિધા પૂરી પાડી વૈશાલય ચલાવતા ઝડપી લઈ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી બાતમીને આધારે વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ત્રાજપર નજીક શિવાલીક કોમ્પ્લેક્સમા આવેલ ઓરેકલ સ્પા એન્ડ સલૂનમાં દરોડો પાડતા સ્પામાંથી કોન્ડમના ખાલી પેકેટ, રોકડા રૂપિયા 5000 તેમજ 20 હજારની કિંમતના 4 મોબાઈલ મળી આવતા સ્પા માલિક વિજય ડાહ્યાભાઇ પારધી રહે.પીપળી અને સ્પા સંચાલન કરતો આરોપી નીતિન વસંતભાઈ સોલંકી રહે.લાલપર વાળાને પોલીસે અટકાયતમાં લઈ સ્પામાંથી ગ્રાહકોને શરીરસુખ માણવાની સગવડતા પુરી પાડી બહારથી સ્ત્રીઓને બોલાવી અનૈતિક સુવિધાઓ પુરી પાડવા સબબ લાયસન્સ વગર વૈશ્યાલય ચલાવવા અંગે કાર્યવાહી કરી ખાલી કોંડમના પેકેટ, રોકડા રૂપિયા 5000 તેમજ 20 હજારની કિંમતના 4 મોબાઈલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.