ટંકારા : ગુજરાત રાજ્યનાં શરૂ થયેલાં 100 “SBI ગ્રાહક સેવા કેન્દ્ર” પૈકીનાં ટંકારા તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખા દ્વારા હરિપર (ભૂતકોટડા) ગામે BC-સખી દ્વારા સંચાલિત 'SBI ગ્રાહક સેવા કેન્દ્ર' ચાલુ કરવામાં આવેલ છે. જેનાં દ્વારા હવે 20,000/- સુધીનાં ટ્રાન્સેક્શન માટે ખાતાધારકો, સીમ મજૂરો, મહિલાઓ, પરપ્રાંતીય મજૂરો અને જરૂરિયાતોને બેન્ક સુધી જવું નહીં પડે અને BC-સખીને આ યોજનાથી ઘરબેઠાં રોજગાર મળી શકશે. આ માટે ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા વધુને વધુ સરકારની યોજના અમલી બનાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate