મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં થોડા સમય પહેલા ગટરમાંથી પાણી ઉભરાવવાની સમસ્યા વિકરાળ બની હતી. ત્યારે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. જો કે ફરી પાછી એ જ સમસ્યા મોં ફાડીને ઉભી રહેતા જે તે સમયનો ફોલ્ટ યોગ્ય રીતે ઉકેલાયો ન હોવાનું સામે આવ્યું છે. સાવસર પ્લોટ વિસ્તારમાં હાલ વરસાદ વગર પણ પાણીની રેલમછેલ થઈ રહી છે. દુઃખની વાત એ છે કે પાણીની કટોકટીના સમયમાં આ વેડફાતું પાણી પીવાના પાણીની લાઈનમાંથી ગટરમાં ભળીને બહાર ઉભરાય છે. તંત્ર છાસવારે લાઈન રિપેરના નામે પાણીકાપ ઝીંકતી હોય છે ત્યારે પાણીનો આ વેડફાટ તંત્રને જાગૃત નથી કરી શકતો કે શું એવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. આ સમસ્યા અહીં વારંવાર સર્જાતી હોવા છતાં પાલિકાના મસમોટા પગાર લેતા એન્જીનિયરો હજુ આ સમસ્યાનું સમાધાન શોધી શક્યા નથી એ પણ એમની આવડત પર સવાલો ઉભા કરે છે. સ્થાનિકોને હવે આ સમસ્યાથી બીમારી ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે તંત્ર ચોખ્ખું પાણી ગટરમાં ભળીને મેઈન હોલ દ્વારા બહાર આવવાની આ ત્રાસદી માંથી ત્વરિત મુક્તિ આપવે એવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne